જય ભગવાન એક્યુપ્રેસર સર્વિસ - પારસ સ્મૃતિ પોરબંદર

NOTICE BORAD

(1)*આરોગ્ય વિશેની PDF FILE ડાઉનલોડ કરો*

(2)2020 પુષ્યનક્ષત્ર (સુવર્ણ પ્રાશન) – તારીખ અને સમય

ABOUT ME

JAY BHAGAVAN

જય ભગવાન એક્યુપ્રેસર સર્વીસ (આંતરરાષ્ટ્રીય) સંસ્થાનો પરીચય


        જય ભગવાન એક્યુપ્રેસર સર્વીસ (આંતરરાષ્ટ્રીય) નામ ધારક આ સંસ્થાની સ્થાપનાં સને ૧૯૭૮ માં મુંબઇ ખાતે થઇ હતી. સંસ્થાપક ગુરૂજી શ્રી ચિમનભાઇ દવેએ તેઓશ્રીની જીવન સંધ્યા ટાણે, માનવસેવા કાજે સેવેલું સોનેરી સ્વપ્ન એટલે આ સંસ્થા !

        વૈદકીય ક્ષેત્રે આદિ-પુરાણ કાળથી અનેક થેરાપીઓ મોજુદ છે. તેમાં એક્યુપ્રેસર પધ્ધતીનું યોગદાન અદ્વભુત છે.વિલાયતી દવાનાં વમળમાં અટવાતા માનવ સમાજને વર્તમાન યુગમાં એક્યુપ્રેસર પદ્વતિની દીવાદાંડીની અત્યંત જરૂરિયાત જણાઇ રહી છે.

        જ્યારે ખર્ચાળ અને આડ-અસરોથી ભરપુર અન્ય પદ્વતિની ચુંગાલમાં જકડાઇ ગયેલ માનવ સમાજને સાદી-સરળ પદ્વતિ માફક આવશે જ તેવા અડગ વિશ્ર્વાસ સાથે જૂજ કાર્યકરોના સહયોગથી આ સંસ્થાનો શુભારંભ કર્યો.

        સંસ્થાના પ્રમુખ સિદ્વાંત માત્ર બે છે.

        (૧) દર્દીનારાયણમાં ભગવાન (પુરુષ હોય તો) ભગવતી (સ્ત્રી હોયતો) સમજી આધ્યાત્મિક ભાવે સારવાર આપવી.

        (૨) આ સારવાર અને પ્રશિક્ષણ વર્ગ નિ:શુલ્ક અને નિ:સ્વાર્થ ભાવે જ કરવી.

        સંસ્થાની સ્થાપના બાદ સેવા યજ્ઞની જ્યોતને પ્રજ્વલિત કરવાનાં કાર્યમાં અનેક સેવાભાવિ કાર્યકરો જોડાતા ગયા. સારવારની સાથે જ એક્યુપ્રેસર પ્રશિક્ષણ નું કાર્ય પણ વિકસતું રહ્યું.

        સ્થાપક ગુરૂજી શ્રી ચિમનભાઇ દવે સાથે સાંપ્રત ગુરૂજી શ્રી બિપીનાભાઇ શાહ અને ગુરૂજી શ્રીમતી મધુરીબેન મહેતા તથા આચાર્ય શ્રી નવનીતભાઇ શાહ વગેરેની સાતે ૧૫ આચાર્યો આજે પણ કાર્યરત છે.

        આ સંસ્થાના મુંબઇભરમાં લગભગ ૫૦ કેંદ્રો છે. ભારતભરમાં પણ ૩૫ થી ૪૦ કેંદ્રો છે.અને પરદેશમાં પણ ૧૫ કેંદ્રો નિ:શુલ્ક-નિ:સ્વાર્થ સેવા પ્રદાન કરે છે. સંસ્થાના નેતૃત્વમાં ચલાવતા શિક્ષણ વર્ગોમાં એક લાખથી પણ વધારે લોકોએ એક્યુપ્રેસર વિદ્યાનું શિક્ષણ મેળવ્યું છે. તેમાંથી લગભગ ૫૦૦ થી ૭૦૦ જેટલાં ઉપચારકો સંસ્થાના વિવિધ કેંદ્રો પર નિ:શુલ્ક અને નિ:સ્વાર્થ સેવા આપે છે. આવી સારવારનો લાભ લગભગ બે થી અઢી લાખ લોકો લઇ ચૂક્યા છે. સંસ્થાનું વ્યવસ્થાકીય માળખું પણ અનોખી છબી પ્રતિબિંબિત કરે છે. અહીં કોઇ ચેરમેન કે પ્રમુખ નથી કારોબારી કે કોઇ હોદ્દાની કોઇ અપેક્ષા ! બેંક બેલેન્સ કે નથી લોન ફંડની અપેક્ષા. છે માત્ર.... માનવ કલ્યાણાર્થે વધારેમાં વધારે યોગદાન આપી...

સબસે ઊંચી પ્રેમ સાગાઇનું ધ્યેય.

જય ભગવાન...


સૃષ્ટિના સર્વ સર્જનના એક માત્ર પ્રભુ પિતા
ત્યાગીને ભોગવી જાણ, પરધન તૃષ્ણા રાખના,
પરોપકાર તે પુણ્ય, પરપીડા તે પાપ છે.
પોતાને પ્રતિકૂળ તે અન્યને નવ આચરો.
હું હરિનો, હરિ છે મમ રક્ષક એહ ભરોસો જાય નહીં!
જે હરિ કરશે મમ હિતનું તે નિશ્ચય બદલાય નહીં.
         સંગે હરિ ચરણમાં રહીએ તમે અમે.
         સંગે હરિ સ્મરણમાં રમીએ તમે અમે.
         સંગે પરક્રમો: ધણાં કરીએ તમે અમે.
         ને સંગ ભંગ બનશો ન કદાપિ આપણો.
તેજસ્વી પ્રાણવાન થાજો સદા શિક્ષણ આપણું.
ન કદાપિ થજો ભિન્ન વિદ્વેષે મન આપણું.
õ સહ નાવવતુ । સહ નૌ ભુનક્તુ ।
સહવીર્ય કરવાવહૈ । તેજસ્વિના વધીત્મસ્તુ ।
મા વિદ્વિષાવહૈ ।
õશાંન્તિ:! શાંન્તિ:!! શાંન્તિ:!!!
õસર્વદા શાન્તિ: સર્વથા શાન્તિ: સર્વત્ર શાન્તિ:
સૌનું સદા ક્લ્યાણ હોજો
સૌનું સદા મંગળ હોજો
સૌનું આરોગ્ય સદા સારૂં રહો
જય ભગવાન
jay bhagavan
*કૌશિક ભાઇ પારેખ ટેલિફોન નંબર : (0286) 2221235 ( સાંજે ૮ થી ૧૦ ની વચ્ચે, ) એક્યુપ્રેસર ની નિ:શુલ્ક સારવાર કેંદ્ર : સત્યનારાણ મંદિર, ગીતા ભુવન, પોરબંદર, ગુજરાત, ભારત. દર શનિવારે સાંંજે 4 થી 5;30
(1) એક્યુપ્રેસર ની નિ:શુલ્ક સારવાર : સમય : દર શનિવારે બપોરે 4:00 થી 5:30 સુધી. સ્થળ : શ્રી સત્યનારાયણ મંદિર, ગીતા ભુવન, પોરબંદર, ગુજરાત. (2) પુસ્ય નક્ષત્ર ના દિવસે સ્વર્ણ પ્રાશનના ટીંપા : ૦ થી 7 વર્ષનાં બાળકોને પુષ્ય નક્ષત્ર ના દિવસે સ્વર્ણ પ્રાશનનાં ટીંપા પીવડાવવા માં આવે છે. સમય : 4:૦૦ થી 6:૦૦ સુધી.. સ્થળ : શ્રી સત્યનારાયણ મંદિર, ગીતા ભુવન, પોરબંદર, ગુજરાત.


CEATED BYDEEP SONIGRA